Thursday, June 25, 2026

18મી માર્ચે મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

Advertisement
Advertisement
Advertisement

18મી માર્ચે મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

મોરબી: રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૮-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકાકક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, આધાર કાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારી મનિષા સાવલીયાની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,609,325

TRENDING NOW