Thursday, June 25, 2026

ટંકારા આયુષ મેળામાં NIMA ના ડૉક્ટર મીત્રોએ સરકારી તબીબો સાથે સેવા આપી.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા આયુષ મેળામાં NIMA ના ડૉક્ટર મીત્રોએ સરકારી તબીબો સાથે સેવા આપી.

5 માર્ચ 2023નાં રોજ ટંકારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં આયુર્વેદ ડૉક્ટરનાં લીગલ સંગઠન “નિમા- નેશનલ ઇન્ટેગ્રટેડ મેડીકલ એસોસિએશન”નાં પ્રમુખશ્રી ડૉ. હાર્દિક જેસ્વાણીએ જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. પ્રવિણ વડાવીયા સાહેબ સાથે ચર્ચા કરી આયુષ મેળામાં નિમા તરફથી ડોકટર ટીમ મોકલેલ.

સરકારી તબીબશ્રી ડૉ. જીગ્નેશ બોરસણીયાએ “નિમા” પ્રમુખશ્રી ડૉ. હાર્દિક જેસ્વાણી નું સ્વાગત કરેલ અને સમગ્ર ડોકટર ટીમનો આભાર માનેલ.

આ મેળામાં ડૉ. હાર્દિક જેસ્વાણી ઉપરાંત ડૉ. સંજય નિમાવત, ડૉ. કૌશિક કાલરીયા હાજર રહેલ. આ ઉપરાંત ડૉ. ધર્મેન્દ્ર ધોરીયાણી, ડૉ. રમેશ ડાભી, ડૉ. પરેશ ડાભી, ડૉ. તૌસિફ કલાડીયા, ડૉ. હર્ષ અંબાસણા, ડૉ. મિલન ઓગણજાએ સેવા આપેલ જેમણે નિદાન અને સારવાર તથા અગ્નિકર્મ, રક્તમોક્ષણ, કર્ણવેધન વગેરે કરેલ.

ડૉ. કશ્યપ સેરસિયા, અને ડૉ. મનોજ ભાડજા એ હરસ, મસા, ભગંદરના દર્દીનોને તપાસી સારવાર આપેલ.

Related Articles

Total Website visit

1,609,285

TRENDING NOW