Wednesday, June 24, 2026

મોરબીના રવાપર ગામના યુવક દ્વારા ૧૦૦ રૂપિયા ના આપતા ખાર રાખી ૪ ઈસમો એ યુવક અને માતાને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રવાપર ગામના યુવક દ્વારા ૧૦૦ રૂપિયા ના આપતા ખાર રાખી ૪ ઈસમો એ યુવક અને માતાને માર માર્યો.

મોરબીના રવાપર ગામ હરિજન વાસ હિરલ પોઈન્ટની બાજુમાં ત્રણ મહિના પહેલા એક શખ્સે રાહુલભાઈ પાસે સો રૂપિયા માંગેલ હોય અને રાહુલભાઈએ આપવાની ના પાડેલ જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ રાહુલભાઈ તથા તેની માતા સાથે ઝગડો કરી રાહુલભાઈની માતાને માર મારી રાહુલભાઈનુ એક્ટીવા મોટરસાયકલમા ચોથા શખ્સે તોડફોડ કરી રાહુલભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મહિલાએ ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ હરિજન વાસ હિરલ પોઈન્ટની બાજુમાં રહેતા હંશાબેન મેઘજીભાઈ ચાવડા (ઉ.વ.૩૫) એ આરોપી દિનેશભાઇ ગોવિંદભાઈ સાગઠીયા, મહેશ ગોવિંદભાઈ સાગઠીયા, કિશોર ગોવિંદભાઈ સાગઠીયા તમામ રહે મોરબીના રવાપર ગામ હરિજન વાસ હિરલ પોઈન્ટની બાજુમાં તથા દિનેશભાઇ ગોવિંદભાઈના જમાઈ ઉર્ફે પારસ ઉર્ફે સુલતાન રહે. રફાળેશ્વર તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૮-૦૩-૨૦૨૩ ના રોજ રાત્રીના આઠ સાડા આઠેક વાગ્યાના સમયે આરોપી દિનેશભાઇએ આજથી આશરે ત્રણેક મહીના પહેલા ફરિયાદીના દિકરા રાહુલભાઇ પાસે સો રૂપિયા માંગેલ અને રાહુલભાઇએ પૈસા આપવાની ના પાડતા આરોપી દિનેશભાઇને સારૂ નહી લાગતા આ બાબતનો ખાર રાખી આરોપી દીનેશભાઈ તથા મહેશ અને કિશોરે સાથે મળી ફરિયાદી તથા સાહેદ સાથે ઝગડો કરી ગાળો આપી ફરિયાદી સાથે ઝપાઝપી કરી ફરિયાદીને માથાના ભાગે તથા શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી અને આરોપી પારસએ ફરિયાદીના દિકરીનુ એકટીવા મોટર સાયકલ રજી.નં.GJ-03-EK-1913 મા તોડ ફોડ કરી નુકશાન કરી ફરીયાદીના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હંશાબેન ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪,૪૨૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,185

TRENDING NOW