Tuesday, March 17, 2026

માળીયા(મી) તાલુકાના વાધરવા ગામ નજીક બાઇક પર દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

માળીયા(મી) તાલુકાના વાધરવા ગામ નજીક બાઇક પર દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો ઝડપાયા.

માળીયા(મી.) તાલુકાના ખીરઈ થી વાધરવા જવાના રસ્તા પર બે ઈસમો બાઈક પર દારૂની હેરાફેરી કરતા હોઈ ત્યારે પોલીસે તેમને પકડી પાડયા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ખીરઈ થી વાધરવા ગામ જવાના રસ્તે સુંદરી ભવાની માતાજીના મંદિર પાસે આવેલ ફાટક નજીક આરોપી કલ્પેશભાઈ જેરામભાઈ ઉડેચા મુળ રહે માળિયા હાલ રહે લાંબીદેરી ઢોરા ઉપર ભવાનીનગર હળવદ તથા જયદીપ ઉર્ફે જયદેવ ભુપતભાઇ ડાભી રહે. મયુરનગર તા. હળવદ વાળાએ પોતાના હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-D-8925 કિં.રૂ. ૨૫૦૦૦ વાળામા હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૬૦૦૦ મળી કુલ કિં રૂ ૩૧૦૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા મી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,996

TRENDING NOW