મહેન્દ્રનગર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા.
મોરબી ના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પૂજારા ટેલિકોમ ની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા અમુક ઇસમોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી અટકાયત કરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીના બાજુમાં પુજારા ટેલીકોમ પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી હીરાભાઇ બચુભાઇ ધામેચા રહે- શીતળામા વિસ્તાર મહેંદ્રનગર મોરબી-૨, મુનાભાઇ ભુપતભાઇ કુરીયા તથા અફજલ ઇદરીસ સેખ રહે બંને કાંતીનગર માળીયા ફાટક પાસે મોરબી-૨ અને રાજેશભાઇ જીવણભાઇ પુરલીયા રહે—વિધ્યુતનગના ગેટ પાસે મોરબી-૨ વાળાને રોકડ રકમ રૂ.૧૦,૭૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





