Friday, March 13, 2026

હળવદ તાલુકામાં ટ્રેલર ચોરી કરતા બે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકામાં ટ્રેલર ચોરી કરતા બે ઝડપાયા.

હળવદ તાલુકાના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેકટર ટ્રેલરની ચોરી કરતી ટુકડી એક્ટિવ થઈ હોઈ ત્યારે પોલીસ દ્વારા ટ્રેલર ચોરોને પકડી પાડવા માટે શોધખોળ હાથ ધરી હતી ત્યારે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગઇ તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ હળવદ ટાઉન ખાતે શીવપાર્ક વૈજનાથ મંદિર પાસે ફરીયાદીના રહેણાંક મકાનની બાજુમાં જાહેરમાંથી ટ્રેઈલર રજીસ્ટર નં- GJ-13-W-6773 કિ.રૂ.૬૦,૦૦૦/- મતાની ટ્રેઈલર (ટ્રોલી)ની ચોરી થયેલ હોવાનો ગુન્હો દાખલ થયેલ હોય તેમજ ગઈકાલ તા.૧૯/૦૨/૨૦૨૩ ના રોજ હળવદ તાલુકાના સૂર્યનગર ગામે ફરીયાદીના રહેણાંક મકાનની બાજુમાં જાહેરમાંથી ટ્રોલી (ટ્રેઈલર) રજીસ્ટર નં- GJ-13-AT-7296 કિ. રૂ.૭૦,૦૦૦/- ની મતાની ચોરી થયેલ હોવાનો ગુન્હો દાખલ થયેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સદર ગુન્હો શોધી કાઢવા અધિકારી તથા સર્વેલન્સ સ્ટાફના સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ મારફતે પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ ખાનગીરાહે બાતમીના આધારે આજે હળવદ તાલુકાના મેરૂપર ગામેથી ચોરી કરનાર બે ઈસમો જીજ્ઞેશભાઇ ભરતભાઇ ખેર જાતે-કારડીયા રાજપુત ઉ.વ.૨૩ રહે. ગામ-મેરૂપર તા.હળવદ જી.મોરબી તથા સચીનભાઇ બાબુભાઇ મેઘાણી (કોળી) ઉ.વ. ૧૯ રહે માનસર તા.હળવદ જી.મોરબી. વાળાને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતા ગુન્હામાં ચોરાયેલ ટ્રેઈલર (ટ્રોલી) નંગ-૨ તથા ગુન્હામાં ઉપયોગ કરેલ ટ્રેક્ટર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,595,580

TRENDING NOW