Thursday, March 12, 2026

મોરબી ખાતે આગામી 6 તારીખથી આયુર્વેદિક કથાનું આયોજન.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ખાતે આગામી 6 તારીખથી આયુર્વેદિક કથાનું આયોજન.

ભારતીય સંસ્કૃતિ ની અંદર આયુર્વેદ ખૂબ મહત્વ ધરાવે છે. પરંતુ હાલના સમયમાં લોકો આયુર્વેદને છોડીને એલોપેથી તરફ વળ્યા હોય ત્યારે ફરી એકવાર આયુર્વેદની સંસ્કૃતિને ઉજાગર કરવા અને લોકોને આયુર્વેદ અંગેનું જ્ઞાન આપવા માટે મોરબીની અંદર આયુર્વેદ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આગામી 6 તારીખથી મોરબીમાં આયુર્વેદિક કથાનું શુભારંભ થશે.

મોરબી ખાતે આગામી તારીખ ૬/૩/૨૦૨૩ અને સોમવારના બપોરે ૨.૦૦ થી ૫.૩૦ કલાકે પટેલ સમાજવાડી, શનાળા(મોરબી) ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી, તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની “આયુર્વેદ કથા” નું આયોજન કરેલ છે.

મોરબીમાં પૈસાની રેલમછેલ છે, છતાં પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાતી નથી. આપણાં તથા આપણાં કુટુંબના આરોગ્ય માટે આપણે સજાગ થવાની ખાસ જરૂર છે. એ માટે આ કથાનો લાભ અવશ્ય લેશો. મોરબીના આંગણે આ સૌપ્રથમ કથા છે.મોરબી શહેર તથા આજુબાજુના ગામોની જનતા આ જાહેર કાર્યક્રમનો વધુમાં વધું લાભ લે તેવા હેતુથી આ કથા નું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં સ્કૂલ સંચાલકો તેમની કોલેજના વિદ્યાર્થીઓને કથામાં લાવે અને નવી પેઢીના ઘડતરમાં યોગદાન આપે. દરેક ઘરનું સંચાલન બહેનોના હાથમાં હોય છે. આથી તેમના કુટુંબના સભ્યોની સુરક્ષા અર્થે વધુમાં વધુ બહેનો કથાનો લાભ લે અને પોતાને અને તેમના કુટુંબને નીરોગી બનાવે તેવા હેતુથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મોરબી વાસીઓને કથાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,595,542

TRENDING NOW