ભડીયાદ ગામે મોટર મૂકવાના સ્ટેન્ડમાં ફસાઈ જતા આધેડ નું મોત.
ભડીયાદ ગામે સીમ ડેલ્ટા નામના ફેક્ટરીની ઓરડીમાં રહેતા 43 વર્ષીય આધેડ મોટર મૂકવાના લોખંડના સ્ટેન્ડમાં ફસાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલમોરબી તાલુકાના ભડીયાદ ગામે સીમ ડેલ્ટા ટાઇલ્સ ઈન્ડિયા એલ.એલ.પી. નામના કારખાનાની ઓરડીમાં રહેતા કલાબાઈ માંગીલાલ મેવાડા ઉ.વ.૪૩ વાળા કારખાનાના માટી ખાતા વિભાગમાં ફાઇનલ ટેન્કની ઉપર મજુરી કામ ઉપર હતા ત્યારે વહેલી સવારના આશરે ચારેક વાગ્યા પહેલા કોઇ પણ સમયે ટેન્ક નં-૪ ની ઉપર આવેલ સ્ટરર મોટર કપલ તથા તે મોટર મુકવાનુ લોખડનુ સ્ટેન્ડ આવેલ તેની વચ્ચે અકસ્માતે ફસાઇ દબાઈ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





