Tuesday, March 10, 2026

માળીયા (મી):- ભીમસર ચોકડી પાસે એક ઈસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી મોરબી એસ.ઓ.જી. ની ટીમ.

Advertisement
Advertisement
Advertisement

માળીયા (મી):- ભીમસર ચોકડી પાસે એક ઈસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી મોરબી એસ.ઓ.જી. ની ટીમ.

મોરબી એસ ઓ જી ટીમ દ્વારા માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે રોડ પાસે આવેલ ભીમસર ચોકડી પાસે કુલ નીચેથી એક ઈશમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ ઓ જી ની ટીમ માળીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન એસ ઓ જી ટીમને ખાનગી રહે બાદમી મળી હોય કે એક ઈસમ શરીરને મજબૂત બાંધાનો અને શરીરે ગ્રે કલરનું ટીશર્ટ પહેરી ફીસર ચોકડી પાસે આવેલ પુલ નીચે ઉભો હોય ત્યારે એસ ઓ જી ટીમ એ બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેડ કરતા સ્થળ પરથી ઋષભ કિરીટભાઈ શાહ ઉંમર વર્ષ 29 રહે સુરેન્દ્રનગર વાળો મળી આવ્યો હતો ત્યારે એસ ઓ જી ટીમ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત આરોપી પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂપિયા 5,000 સાથે પકડી પાડવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,595,239

TRENDING NOW