Sunday, March 15, 2026

ગાંધીનગર: મુખ્યમંત્રી તથા મંત્રીઓને ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાની આગેવાનીમા મોરબી સિરામિક એસો. પ્રમુખોએ શુભેચ્છા મુલાકાત કરી સાથે સિરામિક ઉદ્યોગના પ્રશ્નોની કરી રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

ગાંધીનગર: મુખ્યમંત્રી તથા મંત્રીઓને ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાની આગેવાનીમા મોરબી સિરામિક એસો. પ્રમુખોએ શુભેચ્છા મુલાકાત કરી સાથે સિરામિક ઉદ્યોગના પ્રશ્નોની કરી રજૂઆત

મોરબી: ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને ગાંધીનગર ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં મોરબી સીરામિક એસોસીએસનના પ્રમુખો રૂબરૂ મળી શુભેચ્છા મુલાકાત સાથે સિરામિક ઉધોગના પ્રશ્નોની રજુઆત કરી.

મોરબી સિરામિક ઉધોગના પ્રશ્નો માટે માન્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને મળી અલગ અલગ પ્રશ્નોની વિગત વાર રજુઆત કરી હતી. જેમાં ગુજરાત ગેસ દ્રારા સપ્લાય થતા ગેસમાં ભાવ ઘટાડો કરવા બાબત, પેન્ડીંગ સી ફોર્મ બાબત, સિરામિક ઝોનના ઇન્ટરનલ રોડ રસ્તા બાબત, ઉધોગ ઝોનમાં આધુનિક ફાયર સ્ટેશનની ફાળવણી કરવા બાબત, જીએમડીસી દ્રારા લિગ્નાઇટના ક્વોટા જરુર પ્રમાણે ફાળવવા બાબત, સિરામિક ઉધોગ ઝોનમાં પાણીની વ્યવસ્થા કરવા બાબત આજે ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને ગુજરાત ગેસના ભાવ ઘટાડો કરવા બાબત તેમજ પેન્ડીંગ સી ફોર્મ બાબતની રજુઆત કરેલ.

તેમજ પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાને મળીને જીપીસીબીના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરેલ. તેમજ ઉધોગ ઝોનમાં પાણીની વયવસ્થા માટે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયાને રજુઆત કરેલ. આ ઉપરાંત ઉધોગમાં સૌથી મોટી સમષ્યા વેપારમાં થતા ફ્રોડ તેમજ વેપારમાં ખોટા થતા નાણાની રીકવરી માટે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને SITની રચના કરવા માટે રજુઆત કરેલ. તદ્ ઉપરાંત ઉધોગ ઝોનમાં ઇન્ટરનલ રોડ અને રસ્તા માટે ઉધોગમંત્રી બલવંત સિંહ રાજપુતને રજુઆત કરેલ. વિશેષમાં નવયુક્ત મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, ઋષિકેશભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી – માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા તેમજ હળવદ – ધ્રાગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા તેમજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખઓ મુકેશભાઇ કુંડારીયા, હરેશભાઇ બોપલિયા, વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ પટેલ તેમજ માજી પ્રમુખ નિલેષભાઇ જેતપરિયા તેમજ કિશોરભાઇ ભાલોડીયા હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,597,474

TRENDING NOW