Sunday, March 8, 2026

મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ પર વાડીમાં જુગાર રમતા બે ઝડપાયાં ; એક ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ પર વાડીમાં જુગાર રમતા બે ઝડપાયાં ; એક ફરાર

મોરબી: મોરબી વીસીપરા ધોળેશ્વર રોડ અમરશી બાપાની વાડીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી વીસીપરા ધોળેશ્વર રોડ અમરશી બાપાની વાડીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી ભલાભાઇ માધુભાઇ પીપળીયા ઉવ.૩૫ તથા રોહીતભાઇ વીરજીભાઇ પીપળીયા ઉવ.૨૧ રહે. બંને વીસીપરા ધોળેશ્વર રોડ અમરશી બાપાની વાડીમાં મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨૦૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સતીષ ઉર્ફે વલીયો રમેશભાઇ ડેડવાણીયા રહે.નવા જાંબુડીયા દશામાંના મંદિર પાસે તા.જી.મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. ત્રણે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW