મોરબી હળવદ રોડ પર કાર અને બાઇક અથડાતા એકનું મોત; એક ઈજાગ્રસ્ત
હળવદ: મોરબી હળવદ હાઈવે રોડ ચરાડવા તથા આંદેરણા ગામ વચ્ચે કાર અને બાઇક અથડાતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર બાઈક સવારે આરોપી કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા રાજુભાઇ શામજીભાઈ મકવાણા (ઉ.વ.૨૪) એ આરોપી અલ્ટો કાર રજીસ્ટર નંબર-GJ-36-L-3505 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૧૨-૨૦૨૨ ના રોજ રાતના સાડા આઠ વાગ્યાના સુમારે
આરોપીએ પોતાના હવાલા વાળી અલ્ટો કાર નંબર GJ-36-L- 3505 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જિદગી જોખમાય તે રીતે ચલાવી મોટરસાયકલ નંબર GJ-03- CK-9167 વાળા સાથે સામેથી આવી ભટકાડી આ કામના ફરીયાદીને બન્ને પગે તથા શરીરે ઇજાઓ કરી તેમજ આ કામના સાહેદ મહેશભાઇ બાબીનભાઇ મુજારીયા ઉવ.૫૦ વાળાને શરીરે તથા પગમાં તથા મોઢાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રાજુભાઇ એ આરોપી અલ્ટો કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ.૨૭૯,૩૩૭.૩૩૮,૩૦૪ (અ), તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





