Sunday, June 28, 2026

મોરબીમાં અલગ અલગ જગ્યાએથી બે બાઈકની ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં અલગ અલગ જગ્યાએથી બે બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ અંદર પાર્કીંગમાથી અને સુપરમાર્કેટના પાર્કીંગમાથી બે બાઈકની ચોરી કરી આરોપી ફરાર અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી.

મળતી માહિતી મુજબ કેશવજીભાઇ દેવકરણભાઈ અઘારા (ઉ.વ.૪૦) રહે. ઉમા રેસીડેન્સી દુર્લભ પાર્ટી પ્લોટની બાજુમાં આનંદનગર પાછળ દલવાડી સર્કલ પાસે મોરબી વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૧૧-૨૦૨૨ ના રાત્રીના બારેક વાગ્યાથી તા.૨૪-૧૧-૨૦૨૨ ના રાત્રીના અઢી વાગ્યા દરમિયાન અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-03-CH-6498 મોડલ સને-૨૦૦૮ કિ.રૂ.૧૫,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયેલ હોય જેથી કેશવજીભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જયારે અન્ય ચોરીના બનાવ અંગે જયંતિભાઈ કેશવજીભાઇ વાઘડીયા (ઉ.વ.૫૬) રહે. લક્ષ્મીનગર તા.જી. મોરબી વાળાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૩-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-03-ES-2893 મોડલ સને-૨૦૧૨ કિ.રૂ.૧૫,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયા હોવાની જયંતિભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બાઈક ચોરીના બનાવ અંગેની બંને ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,653

TRENDING NOW