વાંકાનેરમાં વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી: વાંકાનેર શહેરમાં બે જુદી જુદી જગ્યાએથી વર્લી ફીચરનો જુગાર રમતા બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આશીયાન સોસાયટીમાં વર્લી મટકાનો જુગાર રમતો આરોપી જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી ( ઉ.વ.૨૯) રહે.મારૂતી શો-રૂમની પાછળ વાંકાનેર વાળાનેં રોકડ રકમ રૂ.૧૦૪૨૦ તેમજ એક મોબાઇલ ફોન જેની કિં.રૂ.૩૦૦૦ મળી કુલ રૂ.૧૩૪૨૦ ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયો છે.
જ્યારે વાંકાનેરના લક્ષ્મીપરામા ચોક મોલવી રોડ પર વર્લી ફીચરનો જુગાર રમતો આરોપી સિકંદરભાઈ ઈકબાલભાઈ તરકબાન (ઉ.વ.૩૩) રહે. લક્ષ્મીપરામા ચોક મોલવી રોડ, હુશેનીચોક વાંકાનેર વાળાને રોકડ રકમ રૂ.૬૩૦ તેમજ એક મોબાઇલ ફોન કિં.રૂ.૩૦૦૦ મળી કુલ રૂ.૩૬૩૦ ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયો છે.
બંને આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





