મોરબીના નાની વાવડી ગામે તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત
મોરબી: મોરબીના નાની વાવડી ગામની નજીક આવેલા પાણીના તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે વણકરવાસમાં રહેતા ૪૨ વર્ષીય જયેશભાઇ અમૃતલાલ ઉભડીયા ગત તા.૦૭-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે નાની વાવડી ગામની બાજુમાં આવેલા પાણીના તળાવમાં ડૂબી જતાં સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





