Monday, June 15, 2026

ઈન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા તા.9 રવીવારે ઓપન ગરબા હરીફાઈનુ આયોજન

Advertisement
Advertisement
Advertisement

ઈન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા તા.9 રવીવારે ઓપન ગરબા હરીફાઈનુ આયોજન

મોરબી: ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા તા. ૯-૧૦-૨૦૨૨ ને રવિવાર (શરદપૂનમ) ના રોજ સમય સાંજે ૪:૦૦ થી ૭:૦૦ સ્થળ ઓમ શાંતિ સ્કુલ સરદારબાગ સામે મોરબી ખાતે ઓપન મોરબી ગરબા હરિફાઈનું આયોજન કરેલ છે.જેમાં ૧૦ વર્ષથી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના બહેનો ભાગ લઈ શકશે. બેસ્ટ એકસન, બેસ્ટ ડ્રેસમાં, પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરે આવનાર ખેલૈયાઓને સોના ચાંદીના ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે. તો ભાગ લેવા ઈચ્છુ બહેનોએ કલબના સભ્યોનો સંપર્ક કરી એન્ટ્રી ફી રૂા. ૫૦ ભરી નામ લખાવી આપવું. નામ નોંધાવવાની છેલ્લી તા. ૮-૧૦-૨૦૨૨ છે.

નામ નોંધાવવા માટેના સ્થળ
(૧) હર્ષદભાઇ પટેલ પટેલ ઓફસેટ, સાવસર પ્લોટ મો. ૯૪૨૯૦ ૯૭૭૨૨ (ર )ચંદ્રીકાબેન પલાણ – ૩, વસંત પ્લોટ મો. ૯૧૦૬૮ ૭૭૧૪૮ (૩)ધર્મિષ્ઠાબેન વ્યાસ – ૪, પટેલ નગર,આલાપ રોડ મો. ૯૯૭૮૪ ૮૧૨૯૦ (૪) બિંદીયાબેન ગૌસ્વામિ – રવાપર રેસીડન્સી, ધ ગાર્ડન પેલેસ એપાર્ટ.
મો. ૭૩૭૩૭ ૪૭૯૦૨ (૫) નિસર્ગ શાહ – કલાપૂર્ણમ સ્ટોર, બજાર લાઇન મો. ૯૯૦૯૨ ૧૫૫૨૦(૬) શશીભાઇ મહેતા ગૌતમ કલોથ, જેલ રોડ, મો. ૯૪ર૮૨ ૭૭૭૩૫.

ભાગ લેનાર સ્પર્ધકોએ કાર્યક્રમ પહેલા અડધો કલાક વહેલા આવી પોતાના પાસ મેળવી લેવા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ ભાવેશ એન. દોશી , સેક્રેટરી હર્ષદ પી. ગામી તથા સહયોગી સભ્યો મુકેશભાઈ ચારોલા અને તરૂણભાઈ પેથપરા સહીત ઈન્ડિયન લાયન્સ કલબ પરીવાર દ્વારા ભારે જેહમત ઉઠાવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,608,469

TRENDING NOW