મોરબી: પચાસર ગામે વાહન ઉપર લખેલ જય ભીમ કાઢી નાંખવાનું કહી યુવક પર હુમલો
મોરબી: મોરબીના પંચાસર ગામે જીતો વાહન ઉપર જય ભીમ લખેલ કાઢી નાંખવાનું કહી યુવક સાથે એક શખ્સે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા જગદીશભાઇ બાબુભાઈ પરમાર (ઉ.વ.૩૫) એ આરોપી તેમના જ ગામના હીતુભા વિક્રમસિંહ ઝાલા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૦૯-૨૦૨૨ ના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના સમયે ફરીયાદી અનું. જાતિના હોવાનું જાણવા છતાં આરોપીએ જાહેર જગ્યામાં ફરીયાદીની મહિન્દ્રા કંપનીની જીતો વાહન નં -GJ-36-T-5067 ના ગાડીના કાચ ઉપર “જય ભીમ” લખાણ લખેલ હોય જે લખાણ કાઢી નાખવા માટે ફરીયાદીને કહી તેમજ ફરીયાદીના ઘરે જઈ ઉશ્કેરાઇને ફરીયાદી સાથે ઝપાઝપી કરી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જગદીશભાઇ બાબુભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી હીતુભા વિક્રમસિંહ ઝાલા વિરુદ્ધ ઈ.પી.કો. કલમ. ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





