સરતાનપર રોડ પર આવેલ ગ્રેસ્ટોન સિરામીકમાં બંધ ટ્રક- કન્ટેન્ટર પરથી નીચે પટકાતાં યુવાનનુ મોત
મોરબી: વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ ગ્રેસ્ટોન સિરામીકમાં બંધ ટ્રક-કન્ટેન્ટર પરથી નીચે પટકાતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજીવરંજન કુમાર નાગેશ્વરસિંહ ઉ.વ.૩૦ રહે,ગ્રેસ્ટોન સીરામીક સરતાનપર રોડ તા.વાંકાનેર વાળો ગત તા.૨૯-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ગ્રેસ્ટોન સીરામીકમાં બંધ ટ્રંક-કંટેનર ઉપરથી પડી જતા માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી.





