Sunday, June 7, 2026

માળીયામિંયાણા તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય ચુકવવા તાલુકા કોંગ્રેસ દ્વારા પાઠવ્યુ આવેદનપત્ર

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણા તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય ચુકવવા તાલુકા કોંગ્રેસ દ્વારા પાઠવ્યુ આવેદનપત્ર

માળીયા તાલુકાના ૫૦ ટકા ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદથી ઉભા પાકોમાં નુકશાન સરકાર દ્વારા ૧૫ દિવસમાં યોગ્ય નિર્ણય નહી કરાઈ તો આગામી સમયમાં ખેડુતોને સાથે રાખી આંદોલન કરવાની તાલુકા કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી

માળીયામિંયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલુ વર્ષે અવરિત ભારે વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકોને ભારે નુકસાન થવા પામ્યુ છે જેના કારણે ખેડુતોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે હાલ ભાદરવાના છેલ્લા રાઉન્ડમાં તો મેઘરાજા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘતાંડવ કરતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે માળીયા તાલુકા કોંગ્રેસ આગેવાનોએ માળીયા મામલતદાર મારફત કૃષિ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે માળીયા તાલુકામાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોનો ઉભા પાક બળીને ખાખ થઈ ગયેલ હોય ત્યારે લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરેલ છે વધુમાં માળીયા તાલુકામાં સતત વરસાદ પડવાને કારણે માળીયાના ૫૦ ટકા ગ્રામ્ય વિસ્તારોમાં આજદીન સુધી ખેડૂતો વાવણી પણ કરી શક્યા નથી અને ૫૦ ટકા વિસ્તારમાં ૧૫ દિવસમાં પડેલા અતિભારે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે બળી જવા પામેલ છે જેનો સરકાર તરફથી કોઈ સર્વે કરવામાં આવેલ નથી જેથી તાત્કાલિક સર્વે કરાવી માળીયા તાલુકાને સંપૂર્ણ લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સ્પેશિયલ પેકેજ જાહેર કરી સત્વરે સહાય ચૂકવવામાં આવે એવી અમારી માંગણી અને લાગણી છે જો ૧૫ દિવસમાં સરકાર તરફથી યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોના સહકારથી અમારે ના છુટકે ઉગ્ર આંદોલન છેડવાની ફરજ પડશે તેવી તાલુકા કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારી છે ત્યારે આજરોજ માળીયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિના તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા માળીયા તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ સતીષ વામજા માળીયા તાલુકા પંચાયત વિપક્ષ નેતા અશોક કૈલા બળદેવ દેત્રોજા મહામંત્રી માળીયા તાલુકા પંચાયત સમિતિ ચંદુભાઈ બાપોદરીયા તથા અલ્પેશભાઈ.ડી. દેત્રોજા સહિતનાઓએ આવેદનપત્ર આપી ખેડૂતોને નુકસાની વળતર મળે તેવી માંગ કરી હતી

Related Articles

Total Website visit

1,607,813

TRENDING NOW