ટંકારા : આજરોજ તા. ૨૩ જૂનના રોજ હડમતીયા કન્યા શાળા તથા કુમાર શાળાનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં ધોરણ 1 તથા બાલમંદિરના બાળકોને ઉત્સાહભેર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
બાળકોને ચંદ્રમોલી હસુભાઈ વામજા તરફથી સ્કૂલબેગ આપવામાં આવી હતી તેમજ ભાવેશભાઈ તળશીભાઈ તરફથી ધોરણ 1 ના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી જ્યારે જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ નથુભાઈ કડીવાર તરફથી ટંકારા તાલુકામાં પ્રવેશપાત્ર ધોરણ ૧ ના તમામ બાળકોને પાણીની બોટલ આપવામાં આવી છે.

આ તકે સચિવાલયમાંથી વર્ગ-૧ના અધિકારી એન. જે. ચિતરીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મામલતદાર કેતનભાઈ સખીયા, ભાજપ અગ્રણી કડીવાર નથુભાઈ, હડમતિયા સરપંચના પતી અને ગામના યુવા આગેવાન પંકજભાઈ રાણસરિયા, સી.આર.સી સાણજા સહિતનાએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ એસ.એમ.સી. સાથે મિટિંગ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.







