આપણે સૌ સોશિયલ મીડિયાથી પરિચિત જ છીએ. સવારની શરૂઆત એક ટચ થી થાય છે એ સાંજ થતાં પૂરી થાય છે. અલગ-અલગ એપ પર એકાઉન્ટ, ઘણા બધા મિત્રો ,ફોટો, સ્ટોરી વગેરે અપલોડ હોય છે, અથવા થઈ રહ્યું છે. આ થઈ સોશિયલ મીડિયાની વાત, પરંતુ એથિક્સ શું છે ?? આપણને બાળપણથી જ મમ્મી -પપ્પા દાદા -દાદી દ્વારા આ શબ્દ શીખવામાં આવ્યો છે, નીતિમત્તા અને પ્રમાણિકતા. જીવનમાં ક્યારેય પણ નીતિમત્તા કે પ્રામાણિકતા ન છોડવી. તે ધંધો કે વ્યવસાય હોય કે નોકરી હોય કે પછી પોતાની પર્સનલ લાઈફ હોય. તે શીખડાવા માટે ઘણી બધી પ્રેરણા આપતી વાર્તાઓ કઈ હશે. આપણે શીખ્યા પણ ખરા કોઈ ભૂલચૂક પણ થઈ ગઈ ત્યારે એમ માનીએ કે ભગવાન માફ કરી દેશે એમ કહી આગળ વધી જઈ છીએ.
પરંતુ, આ સોશિયલ મીડિયા એથિક્સ શું છે ? મનમાં આ પ્રશ્ન જરૂર ઉદ્ભવે. આજે સૌથી મોટી નીતિમત્તા અને પ્રામાણિકતાની જરૂરિયાત હોય તો તે સોશિયલ મીડિયામાં છે .એક જોક્સ છે ને , વ્યક્તિનું સાચું કેરેક્ટર મોબાઇલને જ ખબર હોય છે. વાત તો સાચી છે, ક્યારેક બહારની દુનિયામાં દેખાતો સોફિસિટટેડ વ્યક્તિ, બહુજ માન આપતો વ્યક્તિ ,અપોઝિટ જેન્ડર થી શરમાતો વ્યક્તિ સોશિયલ મીડિયામાં કઈ અલગ જ હોય છે. સામાજિક મેળાવડામાં બહુ ન બોલતો અથવા બહુ ન બોલતી વ્યક્તિના મેસેન્જરમાં ચેટની લાઈનો લાગી હોય છે. આ વસ્તુ છોકરો કે છોકરી બંનેને લાગુ પડે છે. હું સાચું જ બોલું છું એવું કહેનાર વ્યક્તિ સોશિયલ મીડિયામાં પોતાના જ મેરેજ, ડિવોર્સ, રિલેશનશિપ છુપાવી નવા વ્યક્તિને આકર્ષિત કરતો હોય છે. ઘણીવાર સોશિયલ મીડિયામાં બોલેલું ખોટું જ્યારે બહાર આવે છે ત્યારે જીવનમાં વાવાઝોડું લાવી દે છે. “ન સહેવાય કે ન કહેવાય તેવી પરિસ્થિતિ થાય છે” પોતાના જ મેરેજ, ડિવોર્સ કે રિલેશનશિપ છુપાવીને સામેની વ્યક્તિને અંધારામાં રાખવા કેટલી હદે વ્યાજબી ?આજના સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં સોશિયલ મીડિયા નીતિમત્તાની જરૂરિયાત છે.
બેશક, સોશિયલ મીડિયાના ઉપયોગ કરો એ ખોટું પણ નથી, પરંતુ માત્ર ફ્રેન્ડ સાથે વાત કરવા, પોસ્ટ કરવા અને વીડિયો જોવા માટે હોય છે. સોશિયલ મીડિયા નો વિરોધ નથી ,પરંતુ ત્યાંની દુનિયામાં બોલાયેલ ખોટા નો વિરોધ છે. સોશિયલ મીડિયા નીતિમત્તાની જરૂરિયાત છે ગમે તેટલા એકાઉન્ટ બનાવી લિયો કે ગમે તેવા પ્રયત્ન કરો, પરંતુ ખોટુ છાપરે ચડીને પોકારે છે અને સામેવાળાની વ્યક્તિની નજરમાંથી સાવ ઉતરી જઈએ છીએ.
ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય જ છે, પરંતુ ડહાપણ સાથે નહીં કે ખોટું બોલી સહાનુભૂતિ મેળવી કે સામેવાળાને છેતરવાનો પ્રયત્ન કરવો. માત્ર બોલવાથી નીતિમત્તા નથી આવતી તેને સોશિયલ મીડિયાના વ્યવહારમાં મૂકવાની રહેશે.
“નીતિમત્તા એ નથી કે તમે માત્ર બોલો જ, પરંતુ તેને અમલમાં મૂકી દેખાડો”.
લેખિકા – મિત્તલ બગથરીયા