આજ સાંજના સમય થી પીપળી તેમજ આજુબાજુ નાં ગામડાઓ માં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મેઘરાજા કડાકા ભડાકા ભેર વરસ્યા હતા.
ત્યારે પીપળી રોડ પર આવેલ બહુચર ઇન્ડસ્ટ્રીઝ પર વીજળી ખાબકી હતી. તો ઇન્ડસ્ટ્રીઝ ના છાપરામાં ભારે નુક્સાન થયું હતું. તો ફેક્ટરીમાં કામ કરતા ભાગીદારો અને શ્રમિકો માં ભય વ્યાપી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો બીજી તરફ વરસાદ થી વાતાવરણમાં ઠંડક પ્રસરી.