મોરબી : ૨૧ મે ના રોજ સમગ્ર દેશમાં “આતંકવાદ વિરોધી દિન” તરીકે મનાવવામાં આવે છે જે સંદર્ભે આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમીતીની બેઠકમાં કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓએ “આતંકવાદ વિરોધી દિન” નિમિત્તે શપથ ગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી દિન નિમિતે આતંકવાદ સામે લડવા, સામજીક સદભાવના જાળવવા અને માનવ જીવન મૂલ્યોના ખતરાને પહોંચી વળવા શપથ લેવામાં આવ્યા હતા.






