Monday, March 9, 2026

મોરબીના એકમાત્ર રાહતદરે કર્તવ્ય પેટ ક્લિનીકનો શુભારંભ થયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં અબોલ પશુઓ પ્રત્યે કરુણા દાખવી ચાર વર્ષથી કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષની દુકાન નંબર 4 માં રાહતદરે કર્તવ્ય પેટ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો છે.

મોરબીના જીવદયાપ્રેમીઓને પોતાના પશુ-પક્ષીઓને એકદમ રાહતદરે સારવાર આપવામાં આવશે. કર્તવ્ય પેટ ક્લિનિકમાં કોઈપણ બિમાર પ્રાણીઓની સારવાર નહીં નફા, નહીં નુકશાનના ધોરણે પુરી પાડવામાં આવશે. ક્લિનિક થકી પશુઓના ચોક્કસ નિદાન માટે લેબોરેટરીમાં પણ 50 % નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેમજ વેક્સીનેસન તથા દવાઓમાં 15 થી 20 % સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

કર્તવ્ય પેટ ક્લિનિકમાં બિનવારસી અને માલિક વગરના પશુ-પક્ષીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. પશુ-પક્ષીઓની રાહતદરે સારવાર માટે લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ અનુરોધ કર્યો છે તેમજ વધુ માહિતી માટે મો.નં. 7574885747 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,595,173

TRENDING NOW