Thursday, May 1, 2025

મોરબીના જલારામ મંદિરે રામ નામ કે હીરે મોતી ફેઈમ અશોક ભાયાણીની શુક્રવારે ભજન સંધ્યા યોજાશે

Advertisement
Advertisement
Advertisement

સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ) ના સહયોગથી ભજન સંધ્યાનું અનેરૂ આયોજન

મોરબી જલારામ મંદિર ખાતે જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા બાળવિદુષી રત્નેશ્વરી બેનના વ્યાસાસને ૧૫ પોથી સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા. ૨૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાઈ રહી છે ત્યારે આગામી તા. ૨૯ એપ્રિલને શુક્રવારે રાત્રે ૯ કલાકે જલારામ પ્રાર્થના મંદિર ખાતે સુપ્રસિધ્ધ ગાયક તથા રામ નામ કે હીરે મોતી ફેઈમ ભજનીક અશોકભાઈ ભાયાણી & સાજીંદા ગૃપ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત (સિમ્કો ગૃપ) ના સહયોગ થી રાખવામાં આવેલ છે તો આ કાર્યક્રમમાં મોરબી શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો. ૯૮૨૫૦૮૨૪૬૮, અનિલભાઈ સોમૈયા મો. ૮૫૧૧૦૬૦૦૬૬ તથા ચિરાગભાઈ રાચ્છ મો. ૯૦૯૯૬૦૦૦૮૧ નો સંપર્ક કરવા નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવ્યુ છે.

Related Articles

Total Website visit

1,502,617

TRENDING NOW