કચ્છી શોધની, વૈશ્વિક ઓળખ… દાબેલીની અનેકવિધ વેરાયટીઓ મોરબીવાસીઓને કરાવી દેશે જલસો
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે મોટી ખુશખબર આવી છે જેમાં કચ્છના જાણીતા જીજ્ઞા કેટરર્સ અને શ્રીરામ ફૂડ દ્વારા દાબેલીની ખ્યાતનામ બ્રાન્ડ ‘Dabellie’ નું નવું સોપાન મોરબીમાં શરુ થવા જઈ રહ્યું છે જ્યાં દાબેલીની 8 પ્રકારની વેરાયટી મોરબીવાસીઓને મજા કરાવી દેશે અને ખાસ ‘Dabellie’ ના ઉદ્દઘાટન સમારોહના દિવસે તમામ વેરાયટીઓમાં મળશે 50 % ડિસ્કાઉન્ટ !
મોરબીવાસીઓ માટે દાબેલીની પ્રખ્યાત બ્રાન્ડ ‘Dabellie’ હવે હરિઓમ કોમ્પ્લેક્ષ, વી-માર્ટ મોલની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે આવતીકાલે તા. 27 એપ્રિલને બુધવારના રોજ કાર્યરત થવા જઈ રહ્યું છે જ્યાં 8 પ્રકારની દાબેલી જેમાં સ્પેશિયલ દાબેલી, બટર દાબેલી, ચીઝ બટર દાબેલી, ગાર્લિક દાબેલી, ચીઝ ગાર્લિક દાબેલી, મીની દાબેલી, કચ્છી કડક અને ચીઝ કડક મળશે. અહીં તમામ વાનગી શુદ્ધ સીંગતેલ અને અમુલ ચીઝ – બટર દ્વારા બનાવવામાં આવે છે તેમજ દાબેલીનો માવો દિવસમાં 3 વાર ફ્રેશ બનાવવામાં આવે છે.
‘Dabellie’ ની દાબેલી માટે એડવાન્સ બુકીંગ પણ આવકાર્ય છે જેથી શુભ લગ્ન પ્રસંગે પણ મોરબીવાસીઓ ઓર્ડર આપી શકે છે. તો મોરબીની સ્વાદપ્રિય જનતાએ એકવાર અવશ્ય મુલાકાત લઈને ‘Dabellie’ ની દાબેલીનો સ્વાદ તો માણવો જ જોઈએ !! વધુ વિગત માટે મો.નં. 82388 82318 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

