મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક આવેલ ખોખરા હનુમાનજી ધામ ખાતે રામકથામાં શહીદ પરિવારોને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા રાજકીય આગેવાનો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં એક-એક લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
ખોખરા હનુમાનજી ખાતે આયોજીત રામકથામાં ભારત સરકારના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય,વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ, ખોખરાધામના મહંત 1008 મહામંડલેશ્વર માં કનકેશ્વરીજીના હસ્તે શહીદ રઘુભાઇ રૈયાભાઈ-ચોટીલા, ભગવાનભાઇ ડાભી-રામપરા(વઢવાણ), કરણસિંહ ધીરૂભા ડાભી-મૂળી વગેરે શહીદ પરિવારોને ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશનના મેન્ટોર અજય લોરિયા દ્વારા એક-એક લાખના ચેક અર્પણ કરાયા હતા. આ તકે રાજકીય આગેવાનો અને દેશના સંતો હાજર રહ્યા હતા.







