Sunday, March 8, 2026

સરકારી મેડીકલ કોલેજનું ખાનગીકરણ કરવાના નિર્ણયનો વિરોધ કરી ટંકારા આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી ખાતે મંજુર થયેલ સરકારી મેડીકલ કોલેજ કાર્યરત થાય એ પૂર્વે જ સરકારી કોલેજનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી આ મુદ્દે ફેર વિચારણા કરવા આમ આદમી પાર્ટી ટંકારાએ ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

૨૦૧૩ ના અંતિમ તબક્કામાં રાજ્યની તત્કાલીન મુખ્યમંત્રી મોદી સરકારે સૌરાષ્ટ્રના પેરીસ ગણાતા મોરબીને જીલ્લાનો દરજ્જો આપ્યો હતો અને ૨૦૧૪ થી મોરબી જીલ્લો ધમધમતો થયા બાદ ધીમે ધીમે જીલ્લા કક્ષાની સવલતો પ્રાપ્ત થતી જાય છે જેમાં મોરબી ખાતે સરકાર દ્વારા સરકારી મેડીકલ કોલેજ મંજુર કરવામાં આવી હતી પરંતુ હજુ સરકારી મેડીકલ કોલેજ કાર્યરત થાય એ પૂર્વે જ મેડીકલ કોલેજનું ખાનગીકરણ કરવાનો સરકારે નિર્ણય કરતા જીલ્લા ભરમાં ઠેર ઠેર વિરોધ ઉઠવા લાગ્યો છે.

આ મામલે ટંકારા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ કક્કડ, યુવા પાંખના પ્રમુખ નિકુંજભાઈ દેત્રોજા સહિતના આપના કાર્યકરોએ પ્રજાના વિરોધના સુરમાં સુર પુરાવી જીલ્લાના વિધાર્થીઓના હિતને નુકસાન થવાની ભિતી સાથે સરકારી મેડીકલ કોલેજના ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી આ મુદ્દે સરકારને ફેર વિચારણા કરવા અંગેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં સરકારના નિર્ણયને તાનાશાહી ગણાવી તાલુકા ઉપરાંત જીલ્લાના હજારો વિધાર્થીઓ અને તેમના વાલીઓને આર્થિક નુકશાન કરવાની કુચેષ્ટા ગણાવી સરકારી સવલતો પ્રાપ્ત કરાવવાને બદલે સરકારની નિતી ખાનગી સંચાલકોને લુંટવાનો પરવાનો આપવા બરાબર નિર્ણય ગણાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW