શહેરી વિસ્તારમાં માળખાકીય સુવિધા ઉપલબ્ધ બને તે દિશામાં રાજય સરકાર કાર્ય કરી રહી છે : રાજ્યમંત્રી

મોરબી : મોરબી ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઉમિયા સર્કલથી બજરંગ સર્કલ સુધીના રૂ. 656.90 લાખના આર.સી.સી. રોડ, લાતીપ્લોટમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 453.63 લાખના પાઇપડ્રેઇન નાખવાનું કામ તેમજ લાતીપ્લોટમાં રૂ. 1523.96 લાખના સી.સી. રોડ બનાવવાના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, શહેરીજનોને વિજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, રસ્તા જેવી પ્રાથમિક સવલતો સરળતાથી મળી રહે અને શહેરનો સમતોલ વિકાસ થાય તે દિશામાં રાજય સરકાર કાર્ય કરી રહી છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં આંતર માળખાકીય સુવિધા મળવાને લીધે નગરજનોની સુવિધામાં ઉમેરો થશે. નવા બનનાર રસ્તાના કામો ટકાઉ અને મજબુત બને તે બાબતે કોઈપણ પ્રકારની કચાસ ચલાવી નહીં લેવાય તેમ વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણીઓ સુરેશભાઇ દેસાઇ, દેવાભાઇ અવાડીયા, નિશીથભાઇ, ભાવેશભાઇ કણઝારીયા, જયુભા જાડેજા, રણછોડભાઇ દલવાડી, બાબુભાઇ હુંબલ, અનિલભાઇ મહેતા, નુતનબેન વિડજા, રાઘવજીભાઇ ગડારા, શશાંકભાઇ દંગી, નગરપાલિકાના સદસ્યો, નગરપાલીકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા અને પદાધિકારી-અધિકારીઓ સહિતના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.





