Friday, March 13, 2026

રાપર માં હિન્દુ પ્રિમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

રાપર માં હિન્દુ પ્રિમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું

રાપર ના મોર્નિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે ૩૨ ટિમો ને સાંકડતી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાયો હતો જેમાં હિન્દૂ યુવાનો માં પરસ્પર ભાઈચારો અને એકતા વધે અને યુવાનો ના કૌશલ્ય ને બહાર લાવવા તથા સનાતન ધર્મ ની સંસ્કૃતિ નો ફેલાવો વધુ થાય અને ભાઈચારો, સંગઠિતતા વધે તે હેતુ થી મુખ્ય આયોજક ગુજરાત હિન્દૂ યુવા વાહિની ના અધ્યક્ષ અને એકલ મહંત દેવનાથ બાપુ તથા રાપર તાલુકા વિશ્વ હિંદુ પરિષદ પ્રમુખ જગુભા જાડેજા, તથા બજરંગ દળ પ્રમુખ ભરતભાઈ મસુરીયા ની અધ્યક્ષતામાં ૧૧ દિવસ માટે હિન્દૂ પ્રીમિયર લિંગ (hpl)નાઈટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરાયું છેં જેનું આજે યોગી દેવનાથ બાપુ,સ્વામિનારાયણ મંદિર ના સંત પૂજ્ય કે પી સ્વામી તથા સંતો મહંતો રાજકીય, સામાજિક હોદેદારો આગેવાનો ધ્વરા ટોસ ઉછાડી ને ટુર્નામેન્ટ ની શરૂઆત કરાઈ હતી

આ ટુર્નામેન્ટ માં કુલ ૩૨ ટિમો એ ભાગ લીધો છેં જેની ફાઇનલ મેચ આગમી ૧૪/૩/ ના યોજાશે જેમાં મોટા મોટા રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપરાંત સંતો મહંતો ઉપસ્થિત રહેશે તો માત્ર હિન્દૂ યુવાનો માટે ના આ આયોજન માં સમગ્ર કચ્છ ગુજરાત ના નામી અનામી ખેલાડીઓ આગામી સમય માં ભાગ લેવા આવવાના હોઈ રાપર તાલુકા અને શહેર ના ક્રિકેટ રસિયા ઓ માટે રોજે રોજ મુકાબલા રોમાચક રહેશે સમગ્ર ટુર્નામેન્ટ માં દરેક મેન ઓફ ઘ મેચ થનાર ખેલાડીઓ ને પુરસ્કાર અપાશે સાથે ફાઇનલ વિજેતાં ટિમ ને ભવ્ય ટ્રોફી સાથે ૫૧૦૦૦ હજાર રોકડ પુરસ્કાર અપાશે અને રનર્સ અપ ટિમ ને ટ્રોફી સાથે ૨૫૦૦૦ હજાર ની રોકડ પુરસ્કાર થી નવાજાશે તો ટુર્નામેન્ટ દરમિયાન આવનાર રોકડ પુરસ્કાર ગાયો ના ચારા માટે વપરાશે સમગ્ર આયોજન કચ્છ હિન્દૂ યુવા વાહિની ના નેજા હેઠળ હિન્દૂ પ્રીમિયર લિંગ (hpl) નું આયોજન કરાયું છેં જેમાં રાપર તાલુકા સહિત ના વિવિધ હિન્દૂ સંગઠનો ના યુવાનો તથા રાપર તાલુકા અને શહેર ના ખેલાડીઓ ધ્વરા આયોજન માં સહભાગી બન્યા છે – રીપોર્ટ – મહેશ રાજગોર

Related Articles

Total Website visit

1,595,565

TRENDING NOW