મોરબીના ત્રાજપર વિસ્તારની હળકાયમાં વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી છ મહિલાઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ રોકડ રૂ. 5150 સાથે ઝડપી પાડીને જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મોરબીના ત્રાજપર વિસ્તારમાં હળકાયમાં વાળી શેરીમાં દરોડા પાડીને જુગાર રમતી ગીતાબેન લાલજીભાઈ પાટડીયા, શારદાબેન ગણેશભાઈ શીહોરા, વિજયાબેન જગદીશભાઈ ગાધી, મજુબેન વીરજીભાઈ પીપરીયા, ભાવનાબેન જયસુખભાઈ વરાણીયા અને વર્ષાબેન બચુબાઈ ટપુભાઈ પુરબીયાને રોકડ રૂ. 5150 સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





