મોરબી તાલુકાના વનાળિયા ગામે ઝાહેરવલી ટ્રસ્ટ અને સુમરા રીલીફ કમીટીના ઉપક્રમે પીએસઆઇ અને કોન્સ્ટેબલની પરેકટીકલ ગ્રાઉન્ડ પરીક્ષા પાસ કરીને આવેલા સુમરા સમાજના મોરબી જિલ્લાના પંદર જેટલા વિદ્યાર્થીઓ ને આગળની લેખિત પરિક્ષામાં મુંઝવતા પ્રશ્નો અને પરીક્ષાની તૈયારીઓ વિશે માહિતી પુરી પાડવા એક વર્ગસોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે નિવૃત્ત પોલીસ જવાનો અને હાલના પોલીસ કર્મચારીઓ દ્વારા સરકારીની કોરોના ગાઇડ લાઇન મુજબ માહિતી પુરી પાડવામાં આવી હતી અને આવનારા દિવસોમાં દરેક વિદ્યાર્થીઓ સારા રેકથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પાસ થઈ સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
આ તકે સમાજ અગ્રણી વનાળિયા ગામના સરપંચ અંબુભાઇ, અબ્દુલ ભાઇ ઇજીનિયર, અલીભાઈ મુશાભાઇ લુઢર, અનવરભાઇ દાઉદભાઈ સુમરા, ઉસ્માન ગની શેરસીયા, અલ્લારખા સીદિકભાઇ સુમરા, હાજીભાઇ, શૈલાબભાઇ, મહેબૂબ ભાઇ ઓસમાણ ભાઇ સુમરા, ફુટબોલ કોચ મુસ્તાક સુમરા, હસનભાઇ સુમરા સહિતના સમાજ અગ્રણીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી.





