Tuesday, August 4, 2026

સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના ભાજપ પ્રમુખ મણીભાઈ સરડવાના માર્ગદર્શન હેઠળ આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નીમીતે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજના માળીયા તાલુકા ભાજપ યુવા ટીમ દ્વારા કરવામા આવ્યુ હતું. જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામા આવ્યુ હતું.

આ કેમ્પને સફળ બનાવવા બદલ યુવા ભાજપના પ્રમુખ હિતેશભાઈ દસાડીયાની આગેવાની યુવા ભાજપ ટીમ ના પ્રગ્નેશભાઈ ગોઠી, પ્રદીપભાઈ વિલપરા, પાર્થ બોપલીયા, નીકુજ વીડજા, વિપુલભાઈ મંઠ, વિજય ગજિયા, તેમજ અન્ય હોદેદારો તથા ભાજપના યુવા આગેવાન શીવમભાઈ વિરમગામા, નયનભાઈ કાવરએ જહેમત ઉઠાવી હતી. આ તકે તાલુકા પંચાયતના ચેરમેન નીર્મળસિંહ જાડેજા, પુર્વ ઉપ પ્રમુખ ડી.ડી.જાડેજા, તથા ભાજપ આગેવાન જગદીશભાઈ પ્રભારી પરીમલભાઈ ઠક્કર, મનીસ કાનજીયા, સુભાષ પડસુબીયા, રવીરાજ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,624,400

TRENDING NOW