Monday, March 16, 2026

હળવદ પોલીસ સ્ટેશનના છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનામાં 5 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસ સ્ટેશનના છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યો છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતો ફરતો આરોપી જીતેન્દ્ર પરસોત્તમભાઇ ખેતરીયા (ઉ.વ.૪૦ રહે. રાજકોટ, ૧૫૦ ફૂટ રીંગરોડ, વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૦૬)ને રાજકોટ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ,છેતરપીંડી,વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડીપાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.

આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુગશીયા, ભગીરથસિંહ ઝાલા બ્રિજેશભાઇ કાસુન્દ્રા, રણવિરસિંહ જાડેજા, હરેશભાઇ સરવૈયા સહિતના જોડાયા હતા.

Related Articles

Total Website visit

1,597,738

TRENDING NOW