મોરબી: હાલ સમગ્ર રાજ્ય સાથે સાથે મોરબી જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું હોય આરોગ્ય વિભાગ દ્વારા 15 થી 18 વર્ષના બાળકો માટે અને ફ્રન્ટ લાઈન કોરોના વર્કર આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો અન્ય કર્મચારીઓ કે જેમને બંને ડોઝ આપ્યાના નવ માસ જેટલો સમય થઈ ગયો હોય એમના માટે હાલમાં બુસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે.
જેમાં વેકસીનેશન સ્થળ પર મોબાઈલ નંબર આપવાથી ઓન સાઈડ રજીસ્ટ્રેશન કરી શિક્ષકો તથા અન્ય કર્મચારીઓ બુસ્ટર ડોઝ લઈ કોરોના સામે કવચ પ્રાપ્ત કરી શકશે એમ આજે બુસ્ટર ડોઝ મેળવી દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યાદીમાં જણાવાયું છે.





