Tuesday, March 10, 2026

પંજાબ માં પ્રધાનમંત્રી ના કાફલાને રોકી અને હુમલાની કોશિશને હળવદ યુવા ભાજપે વખોડી કાઢી

Advertisement
Advertisement
Advertisement

કોંગ્રેશ ના પૂતળા નું દહન કરી અને સુત્રોચાર કરી આ ઘટના ને હાજર સૌએ વખોડી કાઢી

હળવદ: બુધવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાશ દરમિયાન તેમના કાફલા ને રોકી અને હુમલા ની જે કોશિશ કરવામાં આવી હતી તેને હળવદ યુવા ભાજપ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને હળવદ ના સરા નાકા ખાતે કોંગ્રેસના પૂતળાનું દહન કરી અને રોષ વ્યકત કર્યો હતો હાજર સૌ એ ભારત માતા કી જય વંદે માતરમ સહીત નરેન્દ્રભાઈ આપ આગે બધો હમ સબ આપકે સાથ હે ના નારા લગાવી દેશના પ્રધાનમંત્રીના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

આ કાર્યક્રમ માં ધારાસભ્ય પરસોતમભાઇ સબરીયા , જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા , બિપીનભાઈ દવે, કેતનભાઈ દવે, દાદાભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વલ્લભભાઈ પટેલ, નયનભાઈ પટેલ સહીત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા ગીરીશભાઈ પરમાર , તપનભાઈ દવે, રવિ પટેલ, મેહુલ પટેલ, હિતેશ લોરિયા, અશોક પ્રજાપતિ, વિશાલ રાવલ, વિકાશ કુરિયા સહીત યુવા કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,595,241

TRENDING NOW