અહેવાલ : જનકરાજા મોરબી
કિશનભાઈ અને રમેશભાઈ રાવળદેવ માતાજીના ડાક ડમ્મરની રમઝટ બોલાવશે
મોરબી: મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં આવાસની મેલડી માતાજીનો માંડવો તથા માં મોગલનો તરવેરો ૭-મીએ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિશનભાઈ રાવળદેવ, તથા રમેશભાઈ રાવળદેવ ડાક ડમ્મરની રમઝટ બોલાવશે.
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે આવાસની મેલડી માતાજી મંદિરે તા.૭ ને મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મેલડી માતાજી માંડવો તેમજ માં મોગલનો તરવેરોનું આયોજન કરવામાં આવ્યું છે.આ માંડવામાં કિશનભાઈ રાવળદેવ અને રમેશભાઈ રાવળદેવ માતાજીના ડાક – ડમ્મરની રમઝટ બોલાવશે. આ માંડવામાં માતાજીના ભક્તો તેમજ ભુવાઓ વીશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ૭ મીએ યોજાનાર માતાજીનો માંડવો તેમજ માં મોગલનો તરવેરોમાં પધારવા માટે દિપક ભાઈ-મોરબી, અને સુનિલભાઈ -બંધુનગર તેમજ સોનગ્રા પરિવાર તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.





