મોરબી: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તથા રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ડો.વિનોદ રાવ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણ જગતના પ્રાથમિક /માધ્યમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરવામાં આવી. માનનીય મંત્રીશ્રી દ્વારા આગામી સમયમાં પડતર પ્રશ્નો ઉકેલવા માટે અધિકારીઓ તથા નણાવિભાગ સાથે મિટીંગ યોજવા સંમતિ દર્શાવી છે. માધ્યમિક સંવર્ગના જુના શિક્ષકોની ભરતી અંગે અપીલમાં જવા અંગેના સમાચાર આ અંગે મંત્રીને ઊંડાણપૂર્વક આ બાબતની રજૂઆત કરી જૂના શિક્ષકની ભરતી સત્વરે કરવા માંગ કરવામાં આવી હતી.
પ્રવાસી શિક્ષકોનો વિષય ઝડપથી પૂર્ણ થશે એની ખાત્રી આપવામાં આવી મંત્રી દ્વારા પણ આ અંગે યોગ્ય કરવા સંમતિ દર્શાવેલ છે. પ્રાથમિક સંવર્ગના htat અને બોન્ડ સહિતના અગાઉ ચર્ચા કરી નિર્ણય કરેલા તમામ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવશે પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે તેમ જણાવેલ છે. ટૂંક સમયમાં આગામી મીટીંગની તારીખ મળશે આજની બેઠકમાં ભીખાભાઇ પટેલ, રમેશભાઈ ચૌધરી, મિતેષભાઈ ભટ્ટ, રતુભાઈ ગોળ, અમરીશ ભાઈ ઝિઝુવાડીયા, અનિલ ભાઈ રાઠવા, પરેશભાઈ પટેલ, જીગ્નેશ ભાઈ શાહ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી ઉપસ્થિત રહ્યા હતા.






