Sunday, May 4, 2025

માળિયાના અંજીયાસર ગામે મહિલાએ ખેતીની જમીન પચાવી પાડી…

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ખેડૂતની માળિયાના જુના અંજીયાસર ગામે આવેલ જમીન પર મહિલાએ ગેરકાયદે કબ્જો જમાવ્યો હોવાથી આ બાબતે માળિયા (મિં) પોલીસ મથકે મહિલા વિરૂધ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માળીયા (મિં)ના જુના અંજીયાસરતા ગામે આવેલી સુમંતકુમાર બાવાલાલ રોકડની (રહે.શક્તિ પ્લોટ સુવિધા એપાર્ટમેન્ટ મોરબી)ની સર્વ નં. ૧૪૩૭ વાળી જગ્યા પર શરીફાબેન નોટીયાર દ્વારા કબજો કરવામાં આવતા ફરીયાદી દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરેલ હતી. જે તપાસબાદ ફરીયાદીની માલીકીની અંજીયાસર ગામની સીમમા આવેલ સવૅ નં.૧૪૭૩ વાળી જમીન હે-૨ આરે-૬૯ ચો.મી.-૧૨વાળી જમીન ગેરકાયદેસર રીતે કબજો કરી ખેતી કરી ઉત્પાદન મેળવી જમીન પચાવી પાડી અને જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખેલ હતો જેથી લેન્ડ ગ્રેબીગ એકરની કલમ પ(ગ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,502,742

TRENDING NOW