મોરબીના જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સેવાભાવી અજય લોરીયાનો આજે જન્મદિવસ છે. નાનપણથી જ સેવાકાર્યો અને રાષ્ટ્રસેવામાં અગ્રેસર એવા અજય લોરીયાના આજે જન્મ દિવસ નિમિત્તે ઠેર-ઠેરથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.
કોરોના કાળમાં અવિરત સેવા આપનાર તથા લોકડાઉનમાં જરૂરિયાતમંદોને રાશનકીટ સહિત ટીફીન વ્યવસ્થા જેવી સેવા અજયભાઇ લોરીયાએ આપી હતી. સાથે જ પુલવામા હુમલાના શહીદોના પરિવારોને રૂબરૂ મળી સહાય અર્પણ કરી હતી. હાલની તકે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ અને લોકોના કાર્યો કરવા માટે ‘સેવા એ જ સંપત્તિ’ નામના ફાઉન્ડેશન થકી અવિરત સેવા કાર્યો કરી રહ્યા છે. આજે તેમને જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધીઓ, મિત્રવર્તુળ અને રાજકીય અગ્રણીઓ તેમના મો. 99134 33333 પર શુભેચ્છઓનો ધોધ વરસાવી રહ્યા છે.