(અહેવાલ: મહેશ ચાવડા દ્વારા)
મોરબીના નવલખી રોડ પર આધ્યાશકિત ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબીમાં અમૃતપાર્ક, જલારામ પાર્ક, લાયન્સનગરની બાળાઓ નવલી નવરાત્રીમાં રાસની રમઝટ બોલાવે છે.
આયોજક મનુભાઈ ખાંડેખા સરપંચ તથા સંચાલક અજીતભાઈ રાઠોડ સહયોગી તથા સ્થાનિક યોગદાનથી છેલ્લા 7 વર્ષથી આધ્યાશકિત ગરબી મંડળનું આયોજન થતું આવ્યું છે. આધ્યાશકિત ગરબી મંડળમાં દર વર્ષે હિન્દુ-મુસ્લિમ સમાજની 165 બાળાઓ ગરબીમાં ભાગ લઈ રહી છે. અને નવરાત્રિ મહોત્સવમાં કોમી એકતાના દ્રશ્યો જોવા મળે છે
મોરબી શહેરની શ્રેષ્ઠ પ્રાચીન ગરબીઓમાં આઘ્ય શકિત ગરબી મંડળનો સમાવેશ થાય તે માટે કાર્યકર્તાઓ દ્વારા ખુબ જહેમત ઉઠાવીને નવલી નવરાત્રિમાં સુંદર આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારી બાદ પ્રથમ વખત શહેરી ગરબાઓના આયોજનની છૂટ આપ્યા બાદ આધ્યાશકિત ગરબી મંડળમાં આ વર્ષે નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દેશી કચ્છી ઢોલને ધવલ સાઉન્ડ સંગાથે અનેરી મોજ સાથે સિંગર બાબુભાઈ આહિર, નિતીનભા ગઢવીના સુરિલા કંઠે માતાજીના ગરબાની રમઝટમાં બાળાઓ રમઝટ સાથે ગરબા રમી રહી છે.






