Tuesday, March 10, 2026

જૂનાગઢમાં શિક્ષકે વિદ્યાર્થિનીને અડપલાં કર્યા, અન્ય ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું

Advertisement
Advertisement
Advertisement

શિક્ષણ જગતને શર્મસાર કરતી અત્યંત શરમજનક ઘટના જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના એક ગામમાંથી સામે આવી છે. ધો.૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના શિક્ષકે અડપલાં કર્યા હતા. તેમજ અન્ય ત્રણ શખ્સોએ અલગ અલગ સમયે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે તરુણીએ શિક્ષક ઉપરાંત કેશોદ, ગડુ અને કાણેક ગામનાં રહેવાસી એવા ચાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસનો ઘમઘમાટ શરૂ કરી તમામ આરોપીઓને ઝડપી લેવા પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના એક ગામે રહેતી અને ધો.૮માં અભ્યાસ કરતી સગીરાને તેના શિક્ષક પ્રવિણભાઇ સેવરા (રહે.વિસણવેલ) છેલ્લા બે વર્ષથી સગીર વિદ્યાર્થિનીને રૂબરૂમાં અથવા ફોન પર અવારનવાર બિભત્સ માંગણી કરતો હતો. એટલું જ નહીં આ નરાધમ શિક્ષકને જ્યારે મોકો મળતો ત્યારે વિદ્યાર્થીની શારીરિક અડપલાં કરતો હતો. દોઢેક વર્ષ દરમ્યાન કેશોદનો અમિત ગૌસ્વામીએ સગીર વિદ્યાર્થીનીને તેના ઘરેથી ખોરાસા ગામની સીમમાં અને કેશોદ રાજધાની હોટલમાં લઈ જઈ ચારેક વખત બળાત્કાર કર્યો હતો.

જ્યારે ગડુના મુસ્તાક મુસા લાખાએ ચારેક મહિના પહેલા તરૂણીના ઘરે અને શેરીમાં આવેલા નવા બનતા મકાનમાં એકલતાનો લાભ લઈને જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે ચોથા કાણેક ગામનો પ્રોમીસ ભગવાન ચુડાસમાએ ૭મી ઓક્ટોબરના તરુણીની એકલતાનો લાભ લઇ સ્કૂટર પર વેરાવળ સોમનાથ અને ખોરાસા ગામે એક ફાર્મહાઉસમાં લઈ જઈ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજારી અપહરણ કરી જૂનાગઢ લઈ ગયો હતો. આ અંગે તરુણીએ ચોરવાડ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,269

TRENDING NOW