Friday, March 13, 2026

મોરબી તેમજ પાંચ જીલ્લામાંથી હદપાર કરાયેલ મહીલા મોરબીમાં દારૂ વેચતા પકડાય

Advertisement
Advertisement
Advertisement

ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલ અને મોરબી, જામનગર, રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છ – ભુજ જિલ્લામાંથી હદપાર થયેલ સોનલ કટિયા નામની મહિલા મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં દારૂ વેંચતી ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી પંથકમાં દારૂ સહિતના ગુન્હાહિત કૃત્યમાં સંડોવાયેલી સોનલબેન ઉર્ફ સોનકી અબ્બાસભાઇ કટીયા, (ઉવ ૪૧ રહે. માળીયા વનાળિયા મેઇન રોડ મોરબી) ને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મોરબી ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ
ભુજ જિલ્લાથી હદપાર કરવામાં આવી હતી. છતાં આ મહિલા પોતાના ઘરે દેશી દારૂનું વેચાણ ચાલુ રાખતા બી ડિવિઝન પોલીસે દેશી દારૂ ૨૪૫ લીટર કીંમત .૪,૯૦૦ સાથે ઝડપી લીધી હતી. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે હદપારનો ભંગ અને પ્રોહીબિશન એકટ હેઠળ ગૂન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW