Saturday, March 14, 2026

મોરબી-જેતપર રોડ પર ટ્રકનુ વ્હીલ બાઈક પર માથે ફરી જતા એકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી-જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ નજીક ટ્રક ચાલક ખાડો તારવવા જતા બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક માથે ટ્રકનુ વ્હીલ ચડાવી દેતાં બાઈક સવારનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી-જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ પાસે વેન્ટો સીરામીકના કારખાનાની બાજુમાં રોડ ઉપર બેફામ સ્પીડે આવતા ટ્રક નં-KA-22-B-2192ના ચાલકે ખાડો તારવવા જતા મયુરકુમાર કુંડારિયાના બાઇક નં-GJ-03-HJ-8165 ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક મયુરની માથેથી ટ્રકનુ ટાયર ફરી વળતા ગંભીર ઇજા પહોંચી હતી આ બનાવમાં તેઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ટ્રકને આગળ મુકી ચાલક નાશી છુટતા હિતેશભાઈ કુંડારિયાએ તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,596,674

TRENDING NOW