મોરબી: સમસ્ત બ્રહ્મસમાજ – મોરબી આયોજિત શ્રી સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન સાર્થક વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રેકોર્ડ બ્રેક ૬૫૦ થી વધુ માર્ક શિટ નું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે ૨૭૦ થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અભીનેષ દુબેજી તથા હિરલબેન વ્યાસ(જિલ્લા યુવા વિકાસ અધિકારી) એ હાજરી આપી હતી. આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આ કાર્યક્રમ માં ઘણા નવતર પ્રયોગો કર્યા હતા જેમાં ધોરણ ૬ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે લેવલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને તમામ વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓએ સફળ બનાવી હતી.
આ વખતે કાર્યક્રમ અંતર્ગત સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આમંત્રણ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું ન હતું અને વોટસઅપ, ફેસબૂક અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો તથા તે માધ્યમથી જ આમંત્રણો આપવામાં આવ્યા હતા, આ વખતે વિદ્યાર્થી સન્માન સમારોહ માં વિદ્યાર્થીઓ ને જ મહત્વ મળી રહે એ માટે નો સ્ટેજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના ભાગરૂપે અતિથિ વિશેષ સિવાય ના કોઈ પણ મહેમાનો ને સ્ટેજ ઉપર નહિ અને જેને બ્રહ્મસમાજ ના તમામ મહાનુભાવો એ વધાવી લીધી હતી તથા નવતર પ્રયોગો ની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ,મહામંત્રી કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઇ જોષી તથા તમામ હોદેદારો,શિક્ષણ સમિતિ તથા પ્રચાર પ્રસાર સમિતિ ના તમામ હોદેદારો એ ખુબ જ જહેમત ઉઠાવી હતી.





