Friday, March 13, 2026

હળવદના દેવળીયા ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ: આ નેત્રયજ્ઞ કેમ્પ માં કુલ 709 દર્દીઓ ના આંખ ની તપાસ કરવામાં આવી જેમાં 147 દર્દીઓ ને મોતિયા નું નિદાન થયું અને 128 દર્દીઓ ને મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા

હળવદ તાલુકાના દેવળીયા ગામ ખાતે સ્વ. ડૉ.હરિભાઈ ગઢીયાના સ્મરણાર્થે શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ દ્વારા અને ગઢિયા પરિવાર અને ધર્મપ્રેમી સેવા મંડળ અને પટેલ સેવા સમાજ જુના દેવળીયા ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે શ્રી સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ નું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં હળવદ તાલુકા અને આસપાસ ના 709 જરૂરિયાતમંદ દર્દીઓ એ આ કેમ્પ માં પોતાની આંખ ની તપાસ કરવામાં આવી હતી જેમાં શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ ના નિષ્ણાંત આંખ ના સર્જન ડોકટર દ્વારા દર્દીઓ ના આંખ ની તપાસ કરવામાં આવી હતી જેમાં 147 દર્દીઓ ને આંખ માં મોતિયા ની તાપસ કરવામાં આવી હતી અને જેમાંથી 128 દર્દીઓ ને મોતિયા ના ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા તમામ દર્દી નારાયણ ને આવવા જવાની સુવિધા તેમજ જરૂરી દવા – ટીપાં અને ચશ્માં સહિત રહેવા જમવાની સુવિધા આ કેમ્પ માં વિનામૂલ્યે પુરી પાડવામાં આવી છે ત્યારે પરમ પૂજ્ય રણછોડદાસજી બાપુ નું સૂત્ર હતું કે “મુજે ભૂલ જાના પરંતુ નેત્રયજ્ઞ કેમ્પ કો મત ભૂલના ” ત્યારે તેના અનુયાયીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણ માં માનવસેવા ના વિવિધ સેવાકાર્યો થઈ રહ્યા છે અને દેશભર માં વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો માં વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ થઈ રહ્યા છે ત્યારે હળવદ માં દર મહિના ની 8 તારીખે વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

આ કાર્યક્રમ ને સફળ બનાવવા રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ રાજકોટ અને ધર્મપ્રેમી સેવા મંડળ / પટેલ સેવા સમાજ જુના દેવળીયા ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી

Related Articles

Total Website visit

1,595,590

TRENDING NOW