Friday, March 13, 2026

અનુસુચિત જાતિના યુવક યુવતીઓને તાલુકા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ દ્વારા “અનુસૂચિત જાતિના યુવક યુવતીઓ માટે તાલુકા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર” નું આયોજન કરવામાં આવનાર છે.

રાજ્યમાં વસતા અનુસૂચિત જાતીના યુવક – યુવતીઓના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તમામ જિલ્લામાં કરવાનું નક્કી કરેલ છે.

રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષા એ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે ૦૪ દિવસ માટે ૪૫-યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર માહે–ઓક્ટોબર માસમાં યોજવામાં આવશે.

આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શકિતઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.

શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. શિબિરાર્થીઓને શિબિરના સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છિત માત્ર અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમનં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે સંપર્ક સાધવાનો રહેશે. અને તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં નામ નોધણી કરાવવાની રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,595,596

TRENDING NOW