મોરબી પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ફુગસીયાને ખાનગીરાહે બાતમી મળેલ કે, એક ઇકો કાર નં- GJ-13-CC-3379_વાળીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરી હળવદ તરફથી માળીયા તરફ આવનાર હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે બાતમી આધારે અણીયારી ટોલનાકા પાસે પહોચતા બાતમીવાળી ઇકો કારનો ચાલક સરકારી વાહન જોઇ કાર હંકારી ભાગવા લાગતા સદરહુ કારનો પીછો કરતા કાર ચાલકે ઇકો કાર અણીયારી ટોલનાકાથી આગળ રોડ સાઇડમાં મુકી ઇકો કારમાંથી કારનો ચાલક તથા તેની સાથેનો એક ઇસમ અંધારા તેમજ બાવળની ઝાડીનો લાભ લઇ નાશી ભાગી ગયેલ હોય જે કારમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેગ્ડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૧૨૦/- કીંમત રૂ.૪૫,૦૦૦/- તથા ઇકો કાર નં- GJ -13 – CC- 3379 કી. રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૪૫,૦૦૦/- નો મુદામાલ મળી આવતા કાર ચાલક તથા તેની સાથેના એક અજાણ્યા ઇસમ એમ બે આરોપીઓ વિરૂધ્ધ મોરબી એલ.સી.બી.એ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.





