Sunday, March 15, 2026

નવા સાદુળકા ગામે ‘કેમ મારા સામે ડોળા ફાળે છે’ તેમ કહી યુવાન પર કુહાડી વડે હુમલો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના નવા સાર્દુળકા ગામની સીમમાં ‘કેમ મારા સામેં ડોળા ફાળે છે’ તેમ કહી આ બાબતે ઝઘડો કરી આરોપીએ યુવક પર કુહાડી વડે હુમલો કાર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા સાર્દુળકા ગામની સીમમાં આવેલ કૈલાશભાઇ કાનજીભાઇ જીંજવાડીયાની વાડીમાં ગત તા. ૨૧ ના રોજ મફતીયાપરા મોરબી ખાતે આવેલ શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાસે રહેતા ફરિયાદી શિવલાલભાઇ દિનેશભાઇ સુરેલા (ઉવ-૨૭) વાડીએ હતા તે દરમીયાન આરોપી પ્રભુભાઇ બાબુભાઇ સુરેલા રહેવાસી-ભડીયાદ કાંટા પાસે કારખાનાની બાજુમાં મોરબી-૨ વાળએ ફરિયાદીને’કેમ મારા સામે ડોળા ફાળે છે’ તેમ કહી બેફામ ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ જઇ આરોપીએ ઓરડીની બાજુમાં બાવળ કાપવાની કુહાડી પડેલ હતી તે લઇને શિવલાલભાઈના માથામાં ઘા ઝીંકતા તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,537

TRENDING NOW