મોરબીમાં જુના સબ સ્ટેશન પાછળ વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં જુના સબ સ્ટેશન પાછળ વર્લી ફીચરનો જુગાર રમતા આરીફભાઈ મુસ્તાકભાઈ બ્લોચ (ઉ.વ.૪૦. રહે. મોરબી સબ જેલ પાસે પાછળ મકરાણીવાસ ) ને રોકડ રકમ રૂ. ૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





